ફિલ્મ જગત
News of Monday, 4th July 2022

હું ભવિષ્‍યનો વિચાર નથી કરતીઃ શહેનાઝ

શહેનાઝ ગીલ આજે ઇન્‍ડસ્‍ટ્રીનું એવું નામ બની ગઇ છે જે કોઇને કોઇ કારણે સતત ચર્ચામાં રહે છે. બિગ બોસ-૧૩થી પોતાની સફર શરૂ કરનાર શહેનાઝ આજે સફળતાની ટોચ પર છે. તાજેતરમાં તેણે પહેલું રેમ્‍પ વોક કર્યુ હતું. જેને ચાહકોએ ખુબ પસંદ કર્યુ હતું. હવે તે સલમાન ખાનની ફિલ્‍મથી બોલીવૂડમાં પણ એન્‍ટ્રી કરી રહી છે. શહેનાઝે કહ્યું હતું કે હું હજુ શીખી રહી છું, આ ઇન્‍ડસ્‍ટ્રીમાં હજુ ઘણું શીખવાનું બાકી છે. ઇન્‍ડસ્‍ટ્રીમાં હું ભલે પાંચ વર્ષથી હોઉ, પણ મારે હજુ લાંબી સફર કાપવાની છે. જો અત્‍યારે હું લાપરવાહ બની જઇશ તો પછી સખ્‍ત મહેનત નહિ કરી શકું. મારે અહિ ભરપુર મહેનત કરવી પડશે. જીવનમાં દરેકનો સમય આવતો હોય છે, અત્‍યારે મારો સમય ચાલી રહ્યો છે. પણ આ ટેમ્‍પરરી છે. જો અત્‍યારે હું સારું કામ કરીશ તો આગળ જતાં એ જ કામ આવશે. હું વર્તમાનમાં જીવવામાંમાનુ છું. ભવિષ્‍યનો વિચાર કરીને વર્તમાનને બરબાદ નહિ કરું. આગળ જે થવાનું છે એ જ થશે.

(10:22 am IST)