ફિલ્મ જગત
News of Monday, 4th July 2022

નિયા શર્માના ગીતને ચાહકોએ કર્યુ પસંદ

એક દસકાથી ટીવી પરદે કામ કરીને પોતાની અલગ અને મજબુત ઓળખ ઉભી કરવામાં સફળ રહેલી અભિનેત્રી નિયા શર્મા સોશિયલ મિડીયા પર સતત સક્રિય રહે છે. તે સમયાંતરે પોતાની તસ્‍વીરો અને વિડીયો થકી ઇન્‍ટરનેટ પર આગ લગાડતી રહે છે. વર્ષ ૨૦૧૦માં કાલી-એક અગ્નિપરિક્ષા શોથી શરૂઆત કરનારી નિયાએ બહેને, જમાઇ રાજા, નાગિન સહિતના શો થકી પોતાની અભિનય ક્ષમતા દેખાડી છે. ખતરો કે ખિલાડી સહિતના રિયાલટી શોમાં પણ તે ભાગ લઇ ચુકી છે. ટ્‍વિસ્‍ટેડ અને જમાઇ રાજા ૨.૦ જેવા વેબ શો પણ તે કરી ચુકી છે. હાલમાં નિયાએ પોતાની બોલ્‍ડ તસ્‍વીરો પોસ્‍ટ કરતાં જ અસંખ્‍ય ચાહકોએ તેને પસંદ કરી હતી. નિયાએ જાળીદાર શોર્ટ ડ્રેસ પહેર્યો હતો અને ગળામાં નેકલેસ ધારણ કર્યો હતો. નિયાનું વિડીયો સોંગ હૈરાન તાજેતરમાં રિલીઝ થયું હતું. જેમાં તે કૃણાલ રોય કપૂર સાથે જોવા મળી છે. આ ગીતને ચાહકોએ ખુબ પસંદ કર્યુ છે.

(10:21 am IST)