ફરીથી નોર્મલ થવા અઢી વર્ષ વીતી ગયા'તાઃ કામ્યા
અભિનેત્રી કામ્યા પંજાબી બીજા લગ્ન માટે તૈયાર નહોતી. તે ખુબ જ દુઃખી હાલતમાં હતી ત્યારે શલભ ડાંગ તેની જિંદગીમાં આવ્યો હતો. હવે તે તેની સાથે લગ્ન કરી ખુશખુશાલ જિંદગી જીવી રહી છે. કામ્યા પંજાબીએ કહ્યું હતું કે કરણ પટેલ સાથે બ્રેકઅપ થઇ ગયા પછી ફરીથી નોર્મલ જિંદગી શરૂ કરવામાં અઢી વર્ષ વીતી ગયા હતાં. મારા માટે ખુબ જ મુશ્કેલી જનક દિવસો હતાં. મારી દિકરી પણ મોટી થઇ છે. દસ વર્ષની દિકરી પાસે હું કોઇને લાવીને એમ કઇ રીતે કહુ કે આ તારા પપ્પા છે? આ કારણે હું બીજા લગ્ન વિશે વિચારી પણ શકતી નહોતી. હું મારા કામને પણ છોડવા ઇચ્છતી નહોતી. બીજા લગ્ન કર્યા પછી પણ એ સારી રીતે નહિ ચાલે તો? એ ડર પણ મને સતત હતો. હું ડરેલી હતી પરંતુ મારી જિંદગી મારી શરતો પર જીવવાની આદત પડી ગઇ હતી. કરણ પટેલ સાથે બ્રેકઅપ થયા પછી મેં અઢી વર્ષ સુધી મારી જિંદગીને તક આપી હતી અને મારી જાતને પ્રેમ કરવાનું શરૂ કર્યુ હતું. એક સમયે મેં ખાવા-પીવાનું છોડી દીધું હતું. પરંતુ પછીથી હું બધુ સમયસર કરતી હતી અને દોસ્તો સાથે વાતો પણ કરતી હતી. કાઉન્સેલિંગ પણ કરાવવું પડ્યું હતું.