ફિલ્મ જગત
News of Wednesday, 4th July 2018

કલર્સ ઑફ લાઇફ ફિલ્મથી નિર્દેશનના ક્ષેત્રમાં ડેબ્યુ કરશે પ્રકાશ ભારદ્વાજ

મુંબઇ:સ્ક્રીપ્ટ રાઇટર પ્રકાશ ભારદ્વાજ કલર્સ ઑફ લાઇફ ફિલ્મથી સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યા હોવાની જાણકારી મળી હતી. ફિલ્મમાં એક સિંગલ માતા અને એની પુત્રીની કથા વણાયેલી છે. અભિનેત્રી ચંદ્રિકા મુખરજી માતાનો અને પાયલ રૉય પુત્રીનો રોલ કરશે. ફિલ્મમાં સિંગલ માતાની મુશ્કેલીઓ અને પડકારોની વાત છે. ચંદ્રિકાના ફિલ્મી પતિ દિબાકરના અકાળ અવસાન બાદ માતાપુત્રી એકલાં રહી જાય છે. દ્રઢ મનોબળ ધરાવતી ચંદ્રિકા એકલે હાથે પુત્રીને ઊછેરે છે અને દરમિયાન પોતાની સામે આવતા તમામ પડકારો એકલે હાથે ઝીલે છે એવી કથા ફિલ્મમાં છે. યુવાનુ પુત્રી એષા (પાયલ ) ગર્ભવતી થઇ જાય છે અને આત્મહત્યાનો પ્રયાસ કરે છે ત્યારે ચંદ્રિકાને ખ્યાલ આવે છે કે પોતે પુત્રીની ઘરની બહારની પ્રવૃત્તિ અને સંબંધો વિશે સાવ અજાણ રહી છે. પ્રકાશ ભારદ્વાજ વિશે નહીં જાણતા લોકો માટે એક વાત કહીએ. પ્રકાશે આમિર ખાનના ડાયલોગ રાઇટર તરીકે રંગ દે બસંતીથી શરૃ કરીનેે ૧૩ વર્ષ સુધી સેવા આપી હતી. હવે સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે પદાર્પણ કરી રહ્યા છે. પ્રકાશે પૂજા હેગડે, સની લિયોની, તુષાર કપૂર વગેરે માટે પણ સંવાદો લખ્યા હતા.

(4:51 pm IST)