ફિલ્મ જગત
News of Wednesday, 4th July 2018

ટીવી પરદે માતા બનેલી પવિત્રા પુનિયાનો હોટ અંદાજ

ટીવી અભિનેત્રીઓ પરદા પર જેટલી સીધી-સાદી દેખાતી હોય છે એના કરતાં અનેકગણી હોટ અને ગ્લેમરસ અસલી જિંદગીમાં હોય છે. હાલમાં નાગિન-૩માં માતાનો રોલ નિભાવી રહેલી પવિત્રા પુનિયા ગોવામાં તાજેતરમાં બોયફ્રેન્ડ સાથે વેકેશન મનાવવા ગઇ ત્યારે અત્યંત હોટ અંદાજમાં જોવા મળી હતી. મુળ ઉત્તર પ્રદેશના બાગપતની પવિત્રાએ મોડેલિંગથી કારકિર્દી શરૂ કરી હતી. સોૈ પહેલા તે સ્ટાર પ્લસના શો યે હે મહોબ્બતેમાં જોવા મળી હતી. એ પછી સ્પ્લીટ્સવિલામાં કામ કર્યુ હતું. હાલમાં તે નાગીન-૩માં જોવા મળી રહી છે. બોયફ્રેન્ડ પારસ છાબરા સાથે તે ગોવા ફરવા ગઇ હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર ત્યાંની પોતાની હોટ તસ્વીરો પોસ્ટ કરી હતી. જેને ચાહકોએ ખુબ પસંદ કરી છે.

(9:43 am IST)