ફિલ્મ જગત
News of Wednesday, 4th July 2018

'ઝીરો' સાથે જોડાઇને પોતાને નસિબદાર સમજે છે અનુષ્કા

આનંદ એલ. રાયના નિર્દેશનમાં બની રહેલી શાહરૂખ ખાનની ફિલ્મ 'ઝીરો'માં અનુષ્કા શર્માએ પોતાના ભાગનું શુટીંગ પુરૂ કરી લીધું છે. ફિલ્મમાં શાહરૂખ સાને કેટરીના અને અનુષ્કા મુખ્ય રોલમાં છે. અનુષ્કાએ કહ્યું હતું કે ઝીરો મારા માટે બે વ્યકિતની ખુબસુરત કહાની છે. હું નસિબદાર છું કે મને આ ફિલ્મમાં કામ કરવાની તક મળી. આનંદ એલ. રાય, શાહરૂખ ખાન અને કેટરીનાની હું આભારી છું. અનુષ્કાની શાહરૂખ સાથે આ ત્રીજી ફિલ્મ છે. સોૈથી પહેલા રબ ને બના દી જોડી એ પછી જબ તક હૈ જાન અને હવે ઝીરોમાં બંને સાથે છે. અનુષ્કા આ ફિલ્મમાં વૈજ્ઞાનિકના રોલમાં છે. ફિલ્મની કહાનીનું નાસા સાથે પણ કનેકશન છે. ૨૧મી ડિસેમ્બરે આ ફિલ્મ રિલીઝ થશે. શાહરૂખ ખાન ઠીંગણાના રોલમાં છે.

(9:43 am IST)