ફિલ્મ જગત
News of Thursday, 4th June 2020

ફ્લેશબેકમાં જ્યારે અમે ઘરની બહાર નીકળતા હતા તો બહુ જ તૈયાર થતા હતાઃ લુકિંગ બેકઃ કાજોલે કોરોના મહામહારી વચ્ચે જુના દિવસો વાગોળ્યા

મુંબઇ: બોલિવુડ એક્ટ્રેસ કાજોલે કોરોના વાયરસની મહામારી વચ્ચે જૂના દિવસોને યાદ કર્યાં છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું કે, જ્યારે પણ અમે ક્યારેય બહાર જવા માટે નીકળતા હતા તો બહુ જ તૈયાર થતા હતા. ઈન્સ્ટાગ્રામ પર કાજોલે વર્ષ 1995ની પોતાની બ્લોકબસ્ટર ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેની એક તસવીર શેર કરી છે, જેમાં તે લીલા રંગના લહેંગામાં નજર આવી રહી છે. આ તસવીર મહેંદી લગા કે રખના ગીતની છે.

તસવીરના કેપ્શનમાં કાજોલે લખ્યું છે કે, ફ્લેશબેકમાં જ્યારે અમે ઘરની બહાર નીકળતા હતા.... #લુકિંગબેક

આદિત્ય ચોપરાએ આ ફિલ્મની સાથે એક નિર્દેશકના રૂપમાં પોતાના નવા ઈનિંગની શરૂઆત કરી હતી. ફિલ્મમાં શાહરૂખ ખાન પણ હતા. ફિલ્મમાં બોલિવુડના રોમાન્સની એક અલગ છબી બતાવવામાં આવી છે, જે આજે પણ દર્શકોને બહુ જ પસંદ આવે છે.

લોકડાઉનના આ સમયમાં કાજોલ સોશિયલ મીડિયા પર બહુ જ સક્રિય નજર આવી છે. તે અલગ અલગ પ્રકારના મજેદાર પોસ્ટ કરીને પોતાના પ્રશંસકોનું મનોરંજન કરતી રહે છે.

(4:28 pm IST)