સોશિયલ મિડીયા પર સક્રિય નેહા
તેલુગુ ફિલ્મ ચિરૂટાથી વર્ષ ૨૦૦૭માં અભિનય કારકિર્દી શરૂ કરનાર નેહા શર્માએ બોલીવૂડમાં ૨૦૧૦માં ક્રૂક નામની મોહિત સુરીની ફિલ્મથી હિન્દી ફિલ્મોમાં સફર શરૂ કરી હતી. અહિ તેણે જો કે વધુ ફિલ્મો કરી નથી પરંતુ તેમ છતાં તે ખુબ જાણીતી છે. છેલ્લે તે ઇલિગલ નામની વેબ સિરીઝમાં પણ જોવા મળી હતી. જેમાં તે એડવોકેટના જબરદસ્ત રોલમાં હતી. બોલીવૂડમાં તેણે તેરી મેરી કહાની, કયા સુપર કૂલ હૈ હમ, યમલા પગલા દિવાના-૨, યંગીસ્તાન, ક્રિતી, મુબારકા, તાન્હાજી, તુમ બિન ૨ સહિતની ફિલ્મો કરી છે. સોશિયલ મિડીયા પર સતત સક્રિય રહેતી નેહાના અહિ અસંખ્ય ચાહકો છે. તે વારંવાર સોશિયલ મિડીયા પર હોટ અને બોલ્ડ તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં તેણે કાળા રંગની મોનોકિની સાથે જોવા મળી હતી. તેની આ તસ્વીર ખુબ વાયરલ થઇ હતી. નેહાની આગામી હિન્દી ફિલ્મનું નામ તૈશ છે. લોકડાઉનને કારણે આ ફિલ્મ અટકી ગઇ છે. તેની બહેન આયેશા શર્મા પણ જોન અબ્રાહમની સત્યમેવ જયતેમાં કામ કરી ચુકી છે.