ફિલ્મ જગત
News of Tuesday, 4th May 2021

અરવિંદ અકેલાના 'બિયાહબીના બિગરતારૂ' ભોજપુરી ગીતે મચાવી ધૂમ

અરવિંદ અકેલા કલ્લુ, નીલમ ગિરી અને શિલ્પી રાજનું બિયાહ બીના બિગતરારૂનો વીડિયો સોંગ રિલીઝ થતાની સાથે જ વાયરલ થઈ ગયો છે

નવી દિલ્હી, તા.૪: અરવિંદ અકેલા કલ્લુ, નીલમ ગિરી અને શિલ્પી રાજનું બિયાહ બીના બિગતરારૂનો વીડિયો સોંગ રિલીઝ થતાની સાથે જ વાયરલ થઈ ગયો છે. ભોજપુરી સિનેમાના સુપરસ્ટાર અરવિંદ અકેલા કલ્લુ પોતાના ચાહકોને મનોરંજન માટે ખૂબ જ મનોરંજક વીડિયો ગીત લાવ્યા છે. કલ્લુ, ટ્રેન્ડિંગ ગર્લ નીલમ ગિરી અને લોકપ્રિય ગાયિકા શિલ્પી રાજની ત્રિપુટીએ વીડિયો ગીત 'બિયાહ બીના બિગસ્તારૂ' વર્લ્ડવાઈડ રેકોર્ડ ભોજપુરીની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું હતું.

 

આ ગીતમાં કલ્લુ અને નીલમ ગિરીની કમાલની કેમિસ્ટ્રી જોવા મળી છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો થોડા કલાકોમાં જ લાખો વ્યૂઝ પર પહોંચ્યો હતો. જે અત્યાર સુધીમાં ૧૭ લાખ ૯૩ હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.

વર્લ્ડવાઈડ રેકોર્ડ ભોજપુરીની યુટ્યુબ ચેનલ પર રિલીઝ થયેલા આ વીડિયો સોંગમાં અરવિંદ અકેલા કલ્લુ અને નીલમ ગિરીની જોડી ખૂબ જ આકર્ષક લાગી રહી છે. કલ્લુની ડ્રેસ ડિઝાઇન ઉત્તમ છે. જેમાં તે એકદમ આકર્ષક લાગે છે. જયારે નીલમ ગિરી સુંદર લાગી રહી છે.

(10:42 am IST)