ફિલ્મ જગત
News of Tuesday, 4th May 2021

મને તેના કારણે કોઇપણ કામ મળ્યું નથીઃ મીરા ચોપડા

પ્રિયંકા ચોપડાની પિત્રાઇ બહેનો પરિણિતિ ચોપડા, મન્નારા ચોપડા અને મીરા ચોપડા પણ અભિનેત્રી છે. પરિણિતિ તો અનેક હિટ ફિલ્મો આપી ચુકી છે. પરંતુ મીરા ચોપડાએ જોઇએ એવી સફળતા મળી શકી નથી. મીરાએ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યુ છે. એક વાતચીતમાં મીરાએ કહ્યું હતું કે પ્રિયંકાને કારણે મને આ ઇન્ડસ્ટ્રીમાં કામ નથી મળ્યું.  ફિલ્મી પરિવારનું બેકગ્રાઉન્ડ છે એ એક માત્ર ફાયદો થયો છે. મીરાએ કહ્યું હતું કે હું ફિલ્મોમાં આવી ત્યારે એવી વાતો થઇ હતી કે પ્રિયંકાની બહેન પણ આ ફિલ્ડમાં આવી છે. પરંતુ મારી તુલના તેની સાથે થઇ નહોતી. મને પ્રિયંકાને કારણે કોઇપણ પ્રકારનું કામ કયારેય મળ્યું નથી. નિર્માતાઓએ પણ મને પ્રિયંકાની બહેન હોવાને કારણે કામ નથી આપ્યું. પ્રિયંકા સાથેના રિલેશનનો મને કોઇ ફાયદો નથી થયો. મીરાના આ નિવેદનનો ચાહકો ઇમાનદારી પુર્વકનું ગણાવી રહ્યા છે.

(10:42 am IST)