ફિલ્મ જગત
News of Monday, 4th May 2020

યોગ, પોલ ડાન્સ, વાંચન ખુબ ગમે છે નેહા પેન્ડસેને

અભિનેત્રી નેહા પેન્ડસે ને ટીવી શો મે આઇ કમ ઇન મેડમ થકી ઘર ઘરમાં નામના મળી હતી. હાલમાં કલાકારો ઘરમાં છે અને સોૈ કોઇ જુના ટીવી શો નિહાળી રહ્યા છે. નેહાને રામાયણ, મહાભારત નહિ પણ બીજા શો જોવાની ઇચ્છા છે. દૂરદર્શન પર હાલમાં રામાયણ, મહાભારત અને શકિતમાન જેવા શો ભરપુર ટીઆરપી મેળવી રહ્યા છે. જો કે નેહાની ઇચ્છા શાહરૂખ ખાન અભિનીત સરકસ જોવાની હતી. બુનિયાદ સિરીયલ પણ ફરીથી શરૂ થાય તેની તે રાહમાં હતી. તેની આ ઇચ્છા પણ પુરી થઇ ગઇ છે. શાહરૂખ ખાનની ફોૈજી સિરીયલ પણ રિટેલીકાસ્ટ થાય તેવું નેહા ઇચ્છે છે. નેહાએ લોકડાઉનના સમયમાં ઘરમાં રહી યોગ, પોલ ડાન્સ, વાંચન નેહાને ખુબ પસંદ છે. હાલમાં તે આ ત્રણેય પાછળસમય પસાર કરે છે. તે વર્ષ ૨૦૧૮માં બિગ બોસ-૧૨માં પણ જોવા મળી હતી. મુંબઇમાં જન્મેલી અને મોટી થયેલી નેહાએ જાન્યુઆરીમાં બોયફ્રેન્ડ શાર્દુલ સિંહ સાથે લગ્ન કર્યા છે. બંનેની મુલાકાત એક મિત્રની પાર્ટીમાં થઇ હતી. ત્રણ મહિના ડેટિંગ પછી બંનેએ તુર્ત લગ્નનો નિર્ણય કરી લીધો હતો. 

 

(9:42 am IST)