ખુશી મળે તેવું કામ કરી રહ્યો છું: અપારશકિત
અપારશકિત ખુરાનાએ પણ ધીમે ધીમે લોકપ્રિયતા મેળવી લીધી છે. તેને સતત ફિલ્મો મળવા માંડી છે. તે ઇચ્છે છે કે તે સતત એવું કામ કરે કે જેના કારણે લોકોને તેનો અભિનય ગમે અને ફિલ્મ પણ ખુબ ગમે. તે થોડા વર્ષમાં જ લોકપ્રિય બન્યો છે. વર્ષ ૨૦૧૬માં આવેલી દંગલ ફિલ્મથી તેણે કારકિર્દી શરૂ કરી હતી. એ પછી તે સતત આગળ વધી રહ્યો છે. તે કહે છે હું એવી ફિલ્મો કરવા ઇચ્છુ છું કે જે જોયા પછી લોકો તેના વખાણ કરે અને મારા અભિનયના પણ લોકો વખાણ કરે. મારા એકલાના નહિ સમગ્ર ટીમને લોકો અભિનંદન આપે તેવું મને ગમશે. અપારશકિત કહે છે મારી અંદર એટલુ બધુ સ્વાર્થીપણું નથી, હું બીજા જેવો સ્વાર્થી નથી. હું કોઇ પ્લાન બનાવતો નથી. મારી આગામી સફર વિશેની કોઇ યોજના પણ ઘડી રાખી નથી. હું એ બધુ કરી રહ્યો છું જે કરવાની મારી ઇચ્છા હતી. મને ખુશી મળે તેવી ફિલ્મો હું સતત કરી રહ્યો છું.