ફિલ્મ જગત
News of Thursday, 4th March 2021

અભિષેકે શરૂ કર્યુ વધુ એક ફિલ્મનું શુટીંગ

અભિષેક બચ્ચનની વધુ એક ફિલ્મનું શુટીંગ શરૂ થઇ ગયું છે. હવે તે દિનેશ વિજનની ફિલ્મ 'દસવીં'માં મુખ્ય ભુમિકા નિભાવી રહ્યો છે. જેમાં તેની સાથે યામી ગોૈતમ અને નિમ્રત કોૈર પણ છે. અભિષેક જેલમાં બંધ ગંગારામ ચોૈધરીના રોલમાં છે. યામી જ્યોતિના રોલમાં છે જે પોલીસ અધિકારી છે. જ્યારે નિમ્રત બિમલા દેવી નામની રાજકારણીના રોલમાં છે. આ ફિલ્મનું શુટીંગ આગ્રાની જેલમાં શરૂ થયું હતું. તુષાર જલોટા નિર્દેશીત આ ફિલ્મમાં અભિષેક હટકે રોલમાં જોવા મળશે. થોડા સમય પહેલા તેણે લુડોમાં પણ જોરદાર કામ કર્યુ હતું. ઓછુ ભણેલા જેલમાં બંધ નેતાનો રોલ તે નિભાવી રહ્યો છે. કાબેલ હોય એ જેલમાં બેઠા બેઠા પણ દસમાની પરિક્ષા પાસ કરી શકે છે તે વાત પણ ફિલ્મમાં છે. અભિષેકની શાહરૂખ ખાન નિર્મીત બોબ વિશ્વાસ પણ બનીને તૈયાર છે. જે ઉનાળામાં રિલીઝ થશે. આ ઉપરાંતે અજય દેવગણની ફિલ્મ ધ બિગ બૂલ પણ કરી રહ્યો છે. જેમાં તેનો રોલ હર્ષદ મહેતાનો હોવાની ચર્ચા છે. ઇલિયાના ડીક્રુઝ પણ સાથે છે.

(11:26 am IST)