ફિલ્મ જગત
News of Thursday, 4th February 2021

સપના ચૌધરીએ તેના પતિ વીરના નામનું બનાવ્યું ટેટુ

મુંબઈ: હરિયાણવી ક્વીન અને દેશી ગર્લ સપના ચૌધરીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે કાંડા પર પતિ વીરના નામ પર ટેટૂ લગાવેલી જોવા મળી રહી છે. તાજેતરમાં જ સપના ચૌધરીએ આ ટેટૂ કરાવ્યું છે. વીડિયો દ્વારા તે આ ટેટૂને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. સપના ચૌધરીના આ નવા ટેટૂને જોઈને ચાહકો પણ વખાણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે માતા બન્યા બાદ સપના ચૌધરી ખુબ ખુબ ચર્ચામાં આવી ગઈ હતી. સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહેતી સપના ચૌધરી આજકાલ પોતાના ફોટા અને વીડિયો શેર કરે છે. આ સિવાય તાજેતરમાં જ સપના ચૌધરીનું નવું ગીત 'લોરી' રિલીઝ થયું છે. સપના ચૌધરીનું આ ગીત માતાના પ્રેમ અને બાળક પ્રત્યેના ઉછેર પર આધારિત છે.

(5:30 pm IST)