News of Monday, 4th February 2019
સલમાન ખાનની રીલ ભાભી હવે બનશે ફિલ્મ નિર્દેશિકા
મુંબઈ: બૉલીવુડ અભિનેતા સલમાન ખાન અને માધુરી દીક્ષિતની જોડીમાં બનેલ રાજશ્રીની ફિલ્મ હમ આપકે હૈ કોણમાં સલમાન ખાનની ભાભીનો રોલ કરનાર અભિનેત્રી રેણુકા શાને એક વાર ફરી નિર્દેશનના મેદાનમાં પગ મૂકી રહી છે રેણુકા શાહને સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટમાં જણાવ્યું કે તે આગામી ફિલ્મની નિર્દેશન કરી રહી છે અને તેની ફિલ્મમાં શબાના આજ઼મી અને મિથિલા પારકર કામ કરવાના છે. આ સિવાય વધુ એક અભિનેત્રી આ ફિલ્મમાં કામ કરવાની છે જેનું નામ રેણુકા થોડા દિવસ પછી જાહેર કરશે. રેણુકાએ આ પહેલા 2009માં મરાઠી ફિલ્મ રીટાનું નિર્દેશન કર્યું હતું. જે તેની માતા શાંત ગોખલેના ઉપન્યાસ પર આધારિત હતી.
(5:37 pm IST)