અભિષેક પછી હવે બીગબી સાથે ફિલ્મ બનશે અનુરાગ
મુંબઇ: મેગાસ્ટાર અમિતાભ બચ્ચને અનુરાગ કશ્યપની એક ફિલ્મ કરવાની હા પાડી હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ એ ફિલ્મ હાલ બની રહેલી મનમર્ઝિયાં નથી એવી માહિતી પણ મળી હતી. હાલ જુનિયર બચ્ચન તરીકે ઓળખાતો અભિષેક બચ્ચન અનુરાગ કશ્યપ સાથે મનમર્ઝિયાં ફિલ્મ કરી રહ્યો છે. મેગાસ્ટાર પિતાની તુલનાએ જુનિયર બચ્ચન ઘણો પાછળ છે. એને હાલ એક હિટ ફિલ્મની તાતી જરૃર છે અને કદાચ અનુરાગ કશ્યપની આ ફિલ્મ એને હિટ ફિલ્મ આપશે એવી આશા રાખવામાં આવે છે. અનુરાગની નિકટનાં સૂત્રોએ કહ્યું હતું કે મનમર્ઝિયાં પૂરી થયા બાદ અનુરાગ જે ફિલ્મ કરવા ધારે છે એમાં અમિતાભ બચ્ચન ચમકશે. બી બીના હુલામણા નામે જાણીતા અમિતાભ બચ્ચને એ માટે અનુરાગને હા પાડી છે. અમિતાભે એ સ્ક્રીપ્ટ જોઇને પસંદ કરી હતી અને હાલ એ વિશેની ચર્ચા કોઇની સાથે નહીં કરવાની તાકીદ કરી હતી. એટલે અનુરાગ અને અમિતાભ કઇ ફિલ્મ સાથે કરવાના છે એની કોઇ વિગત મિડિયાને આપવામાં આવી નથી. માત્ર એટલી જાણ કરવામાં આવી હતી કે બંને સાથે કામ કરશે. વધુ વિગતો માટે વેઇટ એન્ડ વોચ કહેવામાં આવ્યું હતું.