ફિલ્મ જગત
News of Thursday, 4th January 2018

વરૂણની સાથે ફિલ્મ મળતા બનિતા સંધુ આશાવાદી છે

અક્ટુબર ફિલ્મ ૧૩મી એપ્રિલના દિવસે રજૂ થશે : ફિલ્મનુ શુટિંગ દિલ્હી અને હિમાચલ પ્રદેશમાં કરાયુ છે

મુંબઇ,તા. ૪ : જુડવા-૨ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી ગયા બાદ વરૂણ હવે ખુબ ખુશ છે. વરૂણ ધવનની આવનાર ફિલ્મ અક્ટુબરનુ શુટિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. પ્રાપ્ત અહેવાલ મુજબ આ ફિલ્મનુ શુટિંગ માત્ર ૩૮ દિવસમાં જ પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. ફિલ્મમાં વરૂણ ધવનની સાથે નવી અભિનેત્રી નજરે પડનાર છે. જેમાં બનિતા સંધુનો સમાવેશ થાય છે. આ ફિલ્મની ખાસ બાબત એ છે કે શુટિંગને વહેલી તકે પૂર્ણ કરીને નવા રેકોર્ડ સર્જવામાં આવ્યા છે. ફિલ્મનુ શુટિંગ દિલ્હી અને હિમાચલપ્રદેશમાં પૂર્ણ કરવામાં આવ્યુ છે.લવ સ્ટોરી આધારિત ફિલ્મનુ નિર્દેશન સુજિત સરકાર કરી રહ્યા છે. આ ફિલ્મની પટકથા જુહી ચતુર્વેદી દ્વારા લખવામાં આવી છે. ૧૩મી એપ્રિલ ૨૦૧૮ના દિવસે આ ફિલ્મને રજૂ કરવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. આ ફિલ્મ સાથે છેલ્લા તબક્કાનુ શુટિંગ મનાલીમાં કરવામાં આવ્યુ હતુ. સુજિત સરકારે કહ્યુ છે કે શુટિંગને પૂર્ણ કરવામાં આવ્યા બાદ અમે ભારે ખુશ અને સંતુષ્ટ છીએ. મનાલીમાં હવામાન પ્રતિકુળ હોવાના કારણે કેટલીક તકલીફ પડી રહી હતી. વરૂણ ધવનના સંબંધમાં સુજિત સરકારે કહ્યુ છે કે તે ખુબ કુશળ અને આશાસ્પદ સ્ટાર તરીકે છે. તે જુદી જુદી શેલીની ફિલ્મોમાં સફળ રીતે કામ કરી રહ્યો છે. યુવા  પેઢીમાં લોકપ્રિય પણ થઇ રહ્યો છે. કલાકારો હમેંશા નવા નિર્દેશકો સાથે કામ કરતા રહે તે જરૂરી છે. આના કારણે વધારે પ્રમાણમાં અનુભવ મળે છે. નવી નવી પટકથા પડકારરૂપ હોય છે. બનિતા સંધુના સંબંધમાં વાત કરતા સુજિતે કહ્યુ છે કે તે એક લવ સ્ટોરી ફિલ્મ છે.

(12:26 pm IST)