ફિલ્મ જગત
News of Wednesday, 3rd January 2018

ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળ્યો સુહાના ખાનનો હોટ લુક

મુંબઈ:બોલિવૂડના રોમાન્સ કિંગ શાહરૂખ ખાનના ત્રણેય બાળકો પણ તેમના જેટલા જ લોકપ્રિય છે. અબરામ, આર્યન કે સુહાના, ત્રણેય એવા સ્ટાર કિડ્સ છે જેમની પર મીડિયાની સતત નજર રહે છે. પોપ્યૂલર યંગ સ્ટાર કિડ્સની યાદીમાં આર્યન અને સુહાના ખાનનું નામ સૌથી ઉપર છે. વળી, આ બંને મોડા વહેલા બોલિવૂડમાં ડેબ્યૂ કરે એવી શક્યતા છે. આથી પણ તેમની પર સૌની નજર છે. સુહાના ખાન આજકાલ ખાસ લાઇમલાઇટમાં છે. સુહાના બોલિવૂડની સ્ટાયલિશ અને હોટ સ્ટાર કિડ છે. તેની તસવીરો મીડિયામાં અનેકવાર વાયરલ થઇ ચૂકી છે. થોડા સમય પહેલાં જ દિલ્હીના એક વેડિંગ ફંક્શનમાં સુહાના ખાન તેની મમ્મી ગૌરી સાથે પહોંચી હતી અને ફંક્શનની તેની તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે.

(5:23 pm IST)