ફિલ્મ જગત
News of Wednesday, 3rd January 2018

બોલીવુડમાં લવસ્ટોરી ફિલ્મથી એન્ટ્રી કરશે બાહુબલી ફેમ પ્રભાસ

મુંબઇ: બાહુબલી ફિલ્મની સફળતા બાદ પ્રભાસ દેશ-વિદેશમાં જાણીતો થઇ ગયો છે. પ્રભાસ હાલ સાહોમાં કામ કરી રહ્યો છે. તે બોલીવૂડમાં રોમેન્ટિક ભૂમિકાથી કારકિર્દી શરૃ કરશે. તાજેતરમા ંએક ઇન્ટરવ્યુમાં પ્રભાસે બોલીવૂડમાં કામ કરવા અંગે જણાવ્યું હતું કે, મેં બોલીવૂડની ફિલ્મોમાં કામ કરવાનો નિર્ણય કર્યો છે. મારી રોમેન્ટિક ફિલ્મ હશે. હું બોલીવૂડની ઘણી ફિલ્મો જોઉં છું. હું હૈદરાબાદમાં રહું છું જ્યાંની ૬૦ ટકા વસતી હિંદી ભાષા બોલે છે. ને બોલીવૂડમાંથી ઘણી સારી ઓફરો આવે છે. ત્રણ વરસ પહેલા એક સ્ક્રિપ્ટ મેં સાંભળી હતી અને મેં તેમાં કામ કરવાની  હા પાડી છે. એક પ્રેમકહાની હશે. સાહો બાદ હું ફિલ્મની તૈયારી કરીશ. પ્રભાસે વધુમાં કહ્યું હતું કે તે કરણ જોહરને મળ્યો છે અને ઘણી વાતચીત કરી છે. એના ઘરે હું બોલીવૂડના ઘણા કલાકારોને મળ્યો હતો અને અમે સારો સમય પસાર કર્યો હતોપ્રભાસ અત્યાર સુધી એકશન લુક માટે જાણીતો છે. પરંતુ અભિનેતાને એક કોચલામાં રહેવું નથી. તેથી તેણે લવસ્ટોરી આધારિત ફિલ્મમાં કામ કરવાનું નક્કી કર્યું છે. તેને આશા છે કે દર્શકોને તે રોમેન્ટિક પાત્રમાં પણ ઘેલા કરશે.

(5:22 pm IST)