ફિલ્મ જગત
News of Wednesday, 3rd January 2018

બિકિનીમાં બેબોનું બોલ્ડ એન્ડ બિન્દાસ ફોટો-શૂટ

કરીના કપૂર ખાને હાલમાં એક મેગેઝિન માટે ફોટો-શૂટ કર્યુ હતું. કરીનાએ આ ફોટો-શૂટ બિકિનીમાં કર્યુ હતું. આ બોલ્ડ એન્ડ બિન્દાસ ફોટો-શૂટ જોઇને કહેવું મુશ્કેલ છે કે કરીના એક વર્ષના દીકરા તૈમુરની મમ્મી  છે. તેની પ્રેગ્નન્સી દરમ્યાન ઘણા લોકોએ તેની બોડીને લઇને ઘણી કમેન્ટ કરી હતી, પરંતુ તેણે ચુપકીદી સાધી હતી. જોકે આ ફોટો શૂટ તેની બોડી વિશે કમેન્ટ કરનારાઓ માટે તમાચો છે. કરીનાએ આ મેગેઝિનના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે 'હું કયારેય ફેટ નહોતી, પરંતુ હું પંજાબી છોકરી છું જેને ફૂડ ખૂબ જ ગમે છે. હું કંઇ પણ વિચાર્યા વગર વાઇટ બટર સાથે ૬ પરાઠા ખાઇ શકું છું.

(1:56 pm IST)