ફિલ્મ જગત
News of Wednesday, 3rd January 2018

આ વર્ષે અક્ષય કુમારના હાથ પર છે પાંચ ફિલ્મો

બોલીવૂડનો દિગ્ગજ ખિલાડી અક્ષય કુમાર વર્ષમાં સોૈથી વધુ ફિલ્મો આપતો એકમાત્ર કલાકાર છે. ગયા વર્ષે તેની ત્રણ સુપરહિટ ફિલ્મો આવી હતી. જેમાં ટોયલેટ-એક પ્રેમ કથા, જોલી એલએલબી-૨ અને નામ શબાના સામેલ છે. વર્ષ ૨૦૧૮ માટે પણ અક્ષયે ખાસ તૈયારી કરી છે. આ વર્ષમાં તેની પાસે પાંચ ફિલ્મો હાથ પર છે. જેના કારણે તે અત્યારથી જ ચર્ચામાં છે. જેમાં એક ફિલ્મ પૈડમેન ૨૬મી જાન્યુઆરીએ રિલીઝ થઇ રહી છે. જેમાં સોનમ કપૂર અને રાધિકા આપ્ટે પણ મહત્વના રોલમાં છે. રજનીકાંત સાથેની ૨.૦, ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીના બેનરની એક ફિલ્મ ગોલ્ડમાં અક્ષય બલવિંદરસિંહના રોલમાં છે. જેણે ૧૯૪૮માં પહેલુ ઓલ્મિપક ચંદ્રક જીત્યુ હતું. આ ઉપરાંત સારાગઢી સંઘર્ષ પરની એક ફિલ્મ કેસરી તથા હાઉસફુલ ફ્રેન્ચાઇઝીની ફિલ્મ પણ તે કરી રહ્યો છે.

(9:20 am IST)