ફિલ્મ જગત
News of Wednesday, 3rd January 2018

અજયની ફિલ્મમાં નાના પાટેકરનો દમદાર લૂક

નાના પાટેકર ફરી એકવાર દમદાર લૂકમાં જોવા મળશે. અજય દેવગણ નાનાને લઇને મરાઠી ફિલ્મ બનાવી રહ્યો છે. આ ફિલ્મમાં નાના અલગ જ દેખાવમાં છે. મરાઠી ફિલ્મ 'આપલા માનુસ'નું નિર્માણ અજય કરી રહ્યો છે. આ ફિલ્મનો એક લૂક જાહેર થયો છે. જેમાં નાના એક બાઇક પર બેઠેલો જોવા મળ્યો છે. અજયએ આ ફોટો પોસ્ટ કરીને નીચે લખ્યું છે-મરાઠી ફિલ્મ આપલા માનુસનો ફર્સ્ટ લૂક. ફિલ્મમાં એવા એક યુવા કપલની કહાની છે જેની સાથે  વૃધ્ધ પિતા પણ છે. હીરોના પિતાનો રોલ નાના નિભાવશે. સંબંધોની જટીલતા અને શહેરી જીવનની વાત તેમાં છે. નવમી ફેબ્રુઆરીના રોજ ફિલ્મ રિલીઝ થશે. અજય અને નાનાએ અગાઉ પણ સાથે કામ કર્યુ છે. ગોલમાલ અગેઇનમાં પણ નાનાએ નાનકડો રોલ નિભાવ્યો હતો.

(9:20 am IST)