ફિલ્મ જગત
News of Wednesday, 3rd January 2018

રણબીર પાસેથી ઘણું શીખવા મળ્યું છેઃ દિયા મિર્ઝા

અભિનેત્રીમાંથી હવે ફિલ્મ નિર્માત્રી બની ચુકેલી દિયા મિર્ઝા લાંબા સમય પછી રાજકુમાર હિરાનીના નિર્દેશનમાં બનેલી સંજય દત્તની બાયોપિકમાં અભિનય કરતી જોવા મળશે. આ ફિલ્મમાં રણબીર કપૂરે સંજય દત્તનો રોલ નિભાવ્યો છે. જેમાં દિયા મિર્ઝા પણ મહત્વના રોલમાં છે. તે કહે છે  રાજકુમાર એવા નિર્દેશક છે જેની ફિલ્મો અને કહાનીઓ માટે સન્માન ઉપજે છે. રણબીર કપુર અને સમગ્ર ટીમ સાથે કામ કરવું મારા માટે ખુબ જ સંતોષજનક રહ્યું છે. મેં રણબીર પાસેથી ઘણું શીખ્યું છે. મને સતત સકારાત્મક માહોલ મળ્યો હતો. એક બાયોપિકનો ભાગ બનવું અને અસલી વ્યકિતનો રોલ નિભાવવાનું દરેકને પસંદ હોય છે. ફિલ્મમાં પરેશ રાવલ, મનિષા કોઇરાલા, સોનમ કપૂર, અનુષ્કા શર્મા, વિક્કી કોૈશલ, કરિશ્મા તન્ના પણ છે.

(9:19 am IST)