ફિલ્મ જગત
News of Thursday, 3rd December 2020

આવી રહી છે ત્રણ મહિલાની કહાનીઃ કાજોલનો મુખ્ય રોલ

કાજોલના ચાહકો માટે ખુશ ખબર છે. તેની એક ફિલ્મ એક મહિના પછી ઓનલાઇન રિલીઝ થવાની છે. છેલ્લે કાજોલ પતિ અજય દેવગણ સાથે ફિલ્મ તાન્હાજી-ધ અનસંગ વોરિયરમાં જોવા મળી હતી. એ પછી એક વેબ સિરીઝ માટે તેનું નામ નક્કી થઇ ગયું હતું. પરંતુ બાદમાં તેણે એ કામ છોડી દીધું હતું. હવે તેની ફિલ્મ ત્રિભંગા જાન્યુઆરીમાં રિલીઝ થઇ રહી છે. રેણુકા શહાણેએ આ ફિલ્મનું નિર્દેશન કર્યુ છે. કાજોલ સાથે મિથીલા પાર્કર, તન્વી આઝમી પણ ખાસ રોલમાં છે. કાજોલે કહ્યું હતું કે હું આ વર્ષ પુરૂ થાય તેની રાહ જોઇ રહી છું. નવા વર્ષના પ્રારંભે જ મારી ફિલ્મ આવી રહી છે. ત્રણ મહિલાઓની કહાની તેમાં જોવા મળશે. કાજોલે જણાવ્યું હતું કે મને આ ફિલ્મ કરતી વખતે ખુબ અનુભવો મળ્યા હતાં. રેણુકા અત્યંત પ્રંસશનીય નિર્દેશક છે. એ કારણે પણ સોૈ આ ફિલ્મ જોવે તે જરૂરી છે. ફેબ્રુઆરીમાં પણ ચાહકો  માટે મારી પાસે કંઇક ખાસ હશે.

 

(9:35 am IST)