ફિલ્મ જગત
News of Thursday, 3rd December 2020

એર હોસ્ટેસમાંથી અભિનેત્રી બની હીના પરમાર

અભિનેતા બનવાની ઇચ્છા પ્રેરણાથી થતી હોય છે. શાહરૂખ ખાન બોલીવૂડનો બાદશાહ બન્યો અને દુનિયાભરના યુવાઓ માટે પ્રેરણા બન્યો. આવુ જ એક ઉદાહરણ હીના પરમારનું છે. જે ટીવી શો એ મેરે હમસફરમાં પાયલ શર્માનો રોલ નિભાવી રહી છે. તે કહે હું બાળપણથી જ શાહરૂખ ખાનની પ્રશંસક હતી. સ્કૂલમાં હતી ત્યારથી તેને મળવા ઇચ્છતી હતી. મેં આ કારણે જ એક એરહોસ્ટેસની તાલિમ પણ લીધી હતી. મારી પસંદગી થઇ હતી ત્યારે જ મને બ્રિફીંગમાં કહેવાયું હતું કે મને અનેક હસ્તીઓને મળવાની તક મળશે. આથી મને હતું કે આ હસ્તીઓમાં શાહરૂખ ખાન પણ સામેલ હશે જ. જ્યારે હું મુંબઇ એરપોર્ટ પર કામ કરતી હતી ત્યારે શાહરૂખ ખાનને દૂરથી જોવાની તક પણ મળી હતી.  મને ડિઝાઇનર બનવાની પણ ઇચ્છા હતી.  જેથી કરીને હું તેમના કપડા ડિઝાઇન કરી શકું અને તેને મળી શકું. હીના એર હોસ્ટેસ હતી ત્યારે એક નિર્માતાની જોડીએ તેને જોઇ અને ઓડિશન માટે બોલાવી. આ રીતે તેણીની અભિનેત્રી બનવાની સફર શરૂ થઇ. હીનાની ઇચ્છા હવે શાહરૂખ સાથે કામ કરવાની પણ છે. તે જબરા ચાહકોમાંની એક છે.

(9:35 am IST)