ફિલ્મ જગત
News of Thursday, 3rd December 2020

દિલ જીતી લેશે ઇન્દૂ... કિયારા

બોલીવૂડમાં ટુંકા સમયમાં જ કિયારા અડવાણીએ નામના મેળવી લીધી છે અને એક પછી એક નવી તથા મોટી ફિલ્મો તેને મળી રહી છે. તેની આગામી ફિલ્મ ઇન્દૂ કી જવાનીને કારણે તે ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મમાં કિયારા સાથે આદિત્ય સિલ અને મલ્લિકા દુઆ મુખ્ય ભુમિકામાં છે. ઇન્દૂ નામની એક છોકરીની કહાની છે જે પોતાના મિત્રની સલાહ પર એક ડેટીંગ એપમાં જોડાય છે. પરંતુ કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે ઇન્દૂના ઘરે આ એપને કારણે એક પાકિસ્તાની છોકરો પહોંચી જાય છે. આ પાકિસ્તાની છોકરો ભારતમાં શું કરી રહ્યો છે? જે દર્શકોને ઘુમાવશે. ઇન્દૂ કી જવાનીનું ટ્રેલર જોતાં તેમાં કિયારા ખુબ જ શાનદાર દેખાઇ રહી છે. ટી સિરીઝ નિર્મિત આ ફિલ્મનું નિર્દેશન અબીર સેનગુપ્તાએ કર્યુ છે. ગાજીયાબાદની ઇન્દૂ એક છોકરા સાથે ડેટ કરવાની પોતાની ઇચ્છા પુરી કરવા જતાં કઇ રીતે ફસાય છે તેની કહાની બધાના દિલ જીતી લે તેવી હોવાનું કહેવાય છે. અગિયારમી ડિસેમ્બરે આ ફિલ્મ રિલીઝ થઇ રહી છે.

 

(9:35 am IST)