અજય પાસે ફિલ્મોની કતારઃ એક પછી એક કામ શરૂ કરશે
સિંઘમ સ્ટાર અજય દેવગણ પાસે ફિલ્મોની લાઇન લાગી છે. કેટલીક ફિલ્મો ફલોર પર પણ છે. આગામી મહિનામાં તે ફિલ્મ 'મે ડે'નું શુટીંગ શરૂ કરશે. આ ફિલ્મ તેના નિર્દેશનમાં બનશે. જેમાં અમિતાભ બચ્ચન અને રકુલપ્રિત સિંહ મુખ્ય રોલમાં છે. આ શેડ્યુલ પુરો થતાં જ અજય મેદાન ફિલ્મનું કામ પુરૂ કરશે. મે ડે થ્રિલર ડ્રામા છે. જેનું શુટીંગ ૧૧મી ડિસેમ્બરથી હૈદરાબાદમાં થશે. જેમાં અજય એરફોર્સ પાયલોટના રોલમાં છે. અમિતાભનું પાત્ર હજુ જાહેર કરવામાં આવ્યું નથી. અન્ય ફિલ્મ મેદાનનું ઘણુંખરૂ શુટીંગ થઇ ગયું છે. બાકીનું શુટીંગ હવે કરાશે. નિર્દેશક અમિત શર્માની આ ફિલ્મ ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહિમ પર આધારીત છે. અજય એસએસ રાજામોૈલીની ફિલ્મ આઆરઆર પણ કરી રહ્યો છે. જેમાં રામચરણ તેજા અને જુનિયર એનટીઆર તેમજ આલિયા ભટ્ટ પણ છે. આ ફિલ્મ આઠમી જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. ગોલમાલ-૫, સિંઘમની સિકવલ સિંઘમ-૩ પણ કતારમાં છે.