રાનુ મંડલ પછી બે વર્ષની માસુમ બાળકીએ ગાયેલું લગ જા ગલે ,ગીતે સોશ્યલ મીડિયામાં મચાવી ધૂમ
પ્રજ્ઞા મેઘા નામની મનાતી બાળકી ગીતને ખુબ જ મધુર સ્વરમાં ગાઈ રહી છે
મુંબઈ : પશ્વિમ બંગાળના રાનાઘાટ સ્ટેશન ઉપર લતા મંગેશકરના 'એક પ્યાર કા નગમા હે' ગીત ઉપર રાનુ મંડલનો વીડિયો વાયરલ થતા તે સ્ટાર બની ગયા હતા.રાનૂ મંડલના આ વીડિયોએ લાખો લોકોને પોતાની તરફ આકર્ષીત કર્યા હતા.
આ વીડિયો બાદ હવે બે વર્ષની બાળકીનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં બાળકી લતા મંગેશકરના પ્રખ્યાત ગીત 'લગ જા ગલે' ગાતી દેખાય છે. આ બાળકીનું નામ પ્રજ્ઞા મેઘા હોવાનું માનવામાં આવે છે. આ બાળકીને આ ગીતને ખુબ જ મધુર સ્વરમાં ગાઈ રહી છે. ખૂબ જ સારા સુરમાં ગાતા દેખાઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ગીત 1964માં રિલિઝ થયેલી ફિલ્મ 'વો કોન થી'નું છે. આ બાળકીના અલગ અલગ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર શેર કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં સિંગર સ્ટારે પણ આ વીડિયોને શેર કર્યો છે. સોશિયલ મીડિયા ઉપર પ્રજ્ઞાના આ ગીતથી લોકો ખૂબ જ પ્રભાવિત થયા છે. સોશિય મીડિયા ઉપર આ વીડિયોને ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે.