ફિલ્મ જગત
News of Tuesday, 3rd December 2019

એ સેલ્યુટ બોય ફિલ્મમાં ઇશાન ખટ્ટર અને તબ્બુ રોમાન્સ કરતા નજરે પડશેઃ ફિલ્મનું પ્રિમીયર જુન-૨૦૨૦માં થશે

અમદાવાદ :અભિનેત્રી જ્હાન્વી કપૂરની સાથે ધડક ફિલ્મમાં પ્રેમ પડ્યા બાદ હવે ઈશાન  24 વર્ષ મોટી તબ્બુ સાથે રોમાન્સ કરતા નજરે ચઢશે. હકીકતમાં, ઈશાન હાલ પોતાની આગામી વેબસીરીઝ એ સેલ્યુટ બોયની શુટિંગમાં બિઝી છે. તેનો ફર્સ્ટ લૂક ઈશાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. તેને શેર કરતા યંગ એક્ટરે લખ્યું કે, એ સ્યૂટેબલ બોયનો પહેલો લૂક.

ફર્સ્ટ લૂક જોઈને સમજી શકાય છે કે, ઈશાન ખટ્ટ આ ફિલ્મમાં એક વેશ્યાના પ્રેમમાં પડી જાય છે. વેશ્યાનું પાત્ર તબ્બુ ભજવી રહી છે. આ ફિલ્મમાં ઈશાન એક કોલેજ સ્ટુડન્ટ માન કપૂરનો રોલ અને તબ્બુ સઈદા બાઈનો રોલ ભજવી રહી છે. ફિલ્મના પોસ્ટરમાં તબ્બુ અને ઈશાન હિંચકા પર બેસીને એકબીજા સાથે રોમાન્સ કરતા નજરે ચઢી રહ્યાં છે.

ફિલ્મમાં માનની ભૂમિકા ભજવી રહેલ ઈશાન પોતાના રાજનેતા પિતાથી બિલકુલ ખુશ નથી અને તે જીવનનો આનંદ માણવા માગે છે. જેને કારણે તે તબ્બુ તરફ આકર્ષાય છે.

આ ફિલ્મ મીરા નાયર બનાવી રહ્યાં છે. આ પહેલા મીરા નાયરે મોન્સૂન વેડિંગ, સલામ બોમ્બે અને કામસૂત્ર જેવી ચર્ચાસ્પદ ફિલ્મો બનાવી છે. તો ઈશાનની વાત કરીએ તો, મીરાની સાથે તેઓ પહેલીવાર કામ કરી રહ્યાં છે. ઈશાને ઈઝરાયેલી ફિલ્મકાર માજિદ મજીદીની બિયોન્ડ ધ ક્લાઉડ્સથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

તો તબ્બુ આ પહેલા મીરા નાયરની સાથે ધ નેમસેક માં કામ કરી ચૂકી છે. ઝૂંપા લાહિદીના ઉપન્યાસ પર આધારિત આ ફિલ્મને સમીક્ષકોએ બહુ જ વખાણી હતી. આ ફિલ્મનું પ્રીમિયર જૂન 2020માં થશે.

(4:53 pm IST)