ફિલ્મ જગત
News of Tuesday, 3rd December 2019

જૈકલીનની ખુશી

રોહિત શેટ્ટી હવે સલમાન ખાનની કિક-૨ ફિલ્મમાં નિર્દેશક તરીકે કામ કરવા જઇ રહ્યા છે. આ માટે તૈયારી થઇ ચુકી છે.  કિક-૨માં ફરીથી જૈકલીન ફર્નાન્ડીઝ કામ કરવાની છે. સલમાન સાથે તે ત્રીજી વખત કરી રહી છે. આ કારણે તે અત્યંત ખુશ છે. કિક, રેસ-૩ અને હવે કિક-૨ ફિલ્મમાં તે જૈકલીન અને સલમાન સાથે દેખાશે. સલમાન સાથે તેની કેમિસ્ટ્રીની તમામ ચાહકો પ્રશંસા કરી રહ્યા છે. જેકલીનની પસંદગીથી હિરોઇનના નામને લઇને થઇ રહેલી તમામ અટકળોનો અંત આવી ગયો છે. એવી ચર્ચા પણ છે કે જો રોહિત શેટ્ટી છેલ્લી ઘડીએ કોઇ કારણસર કિક-૨ ફિલ્મ માટે નિર્દેશન નહી કરે તો પણ સલમાન ખાન સાથે એક ફિલ્મ કરવાની તેમની યોજના છે.ઙ્ગજેના પર પટકથા લખવાનુ કામ ચાલી રહ્યુ છે. કિક ફિલ્મ બોકસ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઇ હતી. આ ફિલ્મની ગીતો અને સંગીતની સાથે સાથે દિલધડક એકશન સીન ચાહકોને ખુબ પસંદ પડી ગયા હતા. પટકથા પર કામ પૂર્ણ કરી લેવામાં આવ્યા બાદ નિર્માતા સાજિદ નડિયાદવાળા રોહિત શેટ્ટી પાસેથી નિર્દેશન કરાવવા માટે ઇચ્છુક છે.

(12:36 pm IST)