ફિલ્મ જગત
News of Tuesday, 3rd December 2019

વધુ સારુ કામ કરવાનું જસ્મીન પર દબાણ

એકતા કપૂરનો શો નાગિન-૪ આવી રહ્યો છે. આ વખતે જસ્મીન ભસીન નાગિન બનીને આવી રહી છે. આ શો મળતાં જસ્મીન સાતમા આસમાને પહોંચી ગઇ છે. તેનું આ શોમાં નયનતારા નામ હશે. જસ્મીન કહે છે હું આ શોનો ભાગ બની, કારણ કે આ શો નંબર વન છે. તમામ સિઝન સુપરહિટ રહી છે. આ શોની દરેક સિઝનની ચાહકો રાહ જોતા રહે છે. મને રોલ ઓફર થતાં જ મેં મોટી તક સમજીને હા પાડી દીધી હતી. કહાની સાંભળી અને મિટીંગ પુરી થઇ એ સાથે જ મેં મારો રોલ સ્વીકારી લીધો હતો. મારા પણ જો કે એ વાતનું દબાણ છે કે મારે અગાઉના શાની સરખામણીએ ખુબ સારું કામ કરવું પડશે. આ સિઝન પણ સુપરહિટ થશે જ તેનો વિશ્વાસ છે. હું મારા પાત્રને ન્યાય આપવા માટે મારા બોડીને શેપમાં લાવવા ખુબ મહેનત કરી રહી છું. હું હેલ્ધી ખોરાક લઇ રહી છું. કસરત કરી રહી છું, જેથી કરીને ખુબ સારી દેખાઇ શકું. શો સ્વીકારતા જ ખબર પડી ગઇ હતી કે બટર-ચિકન-પિઝઝા ખાવનું બંધ કરવું પડશે.

(12:35 pm IST)