ફિલ્મ જગત
News of Tuesday, 3rd December 2019

વધુ એક ફિલ્મ મળી...બહેનના રોલમાં અંકિતા લોખંડે

ટીવી પરદાની સુંદરી અંકિતા લોખંડેએ બોલીવૂડમાં એન્ટ્રી કરી લીધા પછી તેને એક પછી એક ફિલ્મો મળવા માંડી છે.  મણીકર્ણિકામાં કંગના રનોૈત સાથે કામ કર્યા પછી તેને વધુ એક ફિલ્મ મળી છે.  મણિકર્ણિકાનો અંકિતાનો રોલ તેના ચાહકોને ગમ્યો હતો.  હવે અંકિતા બાગી સિરીઝની ત્રીજી ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં મુખ્ય હિરોઇન શ્રધ્ધા કપૂર છે. તેની બહેનનો રોલ અંકિતાને મળ્યો છે. તો ટાઇગર શ્રોફના ભાઇના રોલમાં રિતેશ દેશમુખ કામ કરી રહ્યો છે. બાગી-૩ વર્ષ ૨૦૨૦ની ૬ માર્ચેના રોજ રિલીઝ થવાની છે. અહમદ ખાન આ ફિલ્મનાં ડિરેકટર અને સાજિદ નડિયાદવાલા પ્રોડ્યુસર છે. અંકિતાએ કહ્યું હતું કે બાગી-૩માં મારો ખાસ રોલ છે અને મારા માટે આ પાત્ર પડકારજનક છે. મને વિશ્વાસ છે કે લોકો મારી આ ભૂમિકાની નોંધ લેશે. આ ફિલ્મ પહેલાની બે ફિલ્મો કરતાં અલગ છે.ઙ્ગફિલ્મમાં હું ફન-લવિંગ પાત્ર ભજવી રહી છું. ટીવી પરદે પણ મેં આવી ભુમિકા કદી નિભાવી નથી.

(12:33 pm IST)