ક્યારે વેટરની નોકરી કરતો હતો બોલીવુડનો આ અભિનેતા: 42 વર્ષની ઉંમરે બોલીવુડમાં કર્યું ડેબ્યુ
મુંબઈ: બોલીવુડના પ્રખ્યાત બોમન ઈરાની પોતાનો 59મોં જન્મદિવસ મનાવ્યો છે. બોમન નો જન્મ 2 ડિસેમ્બર 1959માં મુંબઈમાં થયો હતો. બોમને 42 વર્ષની ઉંમરમાં બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. બોમનને ફોટોગ્રાફીનો ઘણો શોખ છે અને તેના લીધે જ તેને બોલીવુડમાં કામ કરવાની તક મળી એમ કહી શક્ય છે. જયારે 12માં ધોરણમાં અભ્યસ કરતા હતા ત્યારે સ્કૂલમાં યોજાનાર ક્રિકેટ મેચમાં ફોટો પડતા હતા. જેના માટે તેમને થોડા પૈસા પણ મળતા હતા. બોમન ઈરાની વેટરની નોકરી કરતા હતા. અભ્યાસ પૂરો કર્યા પછી મુંબઈની તાજ હોટેલમાં 2 વર્ષ સુધી તેમને વેટરનું કામ કર્યું. બોમન ઇરાનીની માતા બેકરીની દુકાન ચલાવતા હતા અને ત્યાં બોંને 14 વર્ષ કામ કર્યું. 42 વર્ષની ઉંમરમાં બોલીવુડમાં ડેબ્યુ કર્યું.તેમને વર્ષ 2001માં આવેલ એવરીબડી સેજ આઈ એમ ફાઇનમાં કામ કર્યું અને ત્યાર પછી મુન્ના ભાઈ એમબીબીએસ, મેં હું ના. ડોન-2, થ્રિ ઈડિયટ્સ, જોલી એલએલબી અને સંજુ જેવી સુપરહિટ અને યાદગાર ફિલ્મોમાં કામ કર્યું છે. બોમન ઈરાનીને કારનો ખુબ શોખ છે. તે ઘણી વખત ઓટોમોબાઇલ શો રૂમમાં નવી કાર આવી હોય તો તેને જોવા જતા હોય છે. તેમની પાસે ઘણી લગ્જરી કાર છે.