ફિલ્મ જગત
News of Monday, 3rd December 2018

કેન્સરનો ઈલાજ કરાવીને મુંબઈ પાછી આવી સોનાલી બેન્દ્રે

મુંબઈ :ફિલ્મ અભિનેત્રી સોનાલી બેન્દ્રો કેન્સરનો ઈલાજ કરાવીને ન્યૂયોર્કથી પાછી મુંબઈ આવી ગઈ છે. લગભગ પાંચ મહિના બાદ સોનાલી મુંબઈ આવી છે. મુંબઈ પહોંચ્યા બાદ સોનાલી બેન્દ્રેના પતિ ગોલ્ડી બહેલે જણાવ્યુ કે સોનાલી હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેનો ઈલાજ બંધ થઈ ગયો છે. જો કે વાતની આશંકા છે કે આ બિમારી પાછી આવી શકે છે એટલા માટે તેમનુ રેગ્યુલર ચેકઅપ થતુ રહેશે.

(12:43 pm IST)