ફિલ્મ જગત
News of Sunday, 3rd November 2019

કૌન બનેગા કરોડપતિમાં પુછાયો રાહુલ ગાંધી સંબંધિત સવાલઃ સ્પર્ધક - લોકો મુંઝાયા

નવી દિલ્હી : કૌન બનેગા કરોડપતિમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચને એક એવો સવાલ પૂછયો હતો કે સ્પર્ધક સાથે ઘણા લોકો ચકરાવે ચડયા હતા. એક નવેમ્બરના એપિસોડમા ઉતરપ્રદેશના પોલીસ જવાન નરેન્દ્ર કુમાર હોટસીટ પર હતા અને તેને રાહુલ ગાંધી સબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. અમિતાભે પૂછયું હતું કે ૧૭મી લોકસભામા કયા ઉમેદવાર જાપાની માર્શલ આર્ટમાં બ્લેક બેલ્ટ ધારક હતા. ગૌતમ ગંભીર, રાહુલ ગાંધી, અનુરાગ ઠાકુર કે તેજસ્વી સૂર્યા.

આ પ્રશ્નનો જવાબ નરેન્દ્ર કુમારે ખોટો આપ્યો હતો. નરેન્દ્ર કુમારે જોખમ ઉઠાવીને તેજસ્વી સૂર્યા જવાબ આપ્યો હતો પણ સાચો જવાબ રાહુલ ગાંધી હતો.

 

(12:09 pm IST)