ફિલ્મ જગત
News of Thursday, 3rd October 2019

ટીવી પરદે આવતા પહેલા અન્વેશી જૈનનું હોટ ફોટોશૂટ

વેબ સિરીઝ ગંદીબાદ થકી જાણીતી બનેલી અભિનેત્રી અન્વેશી જૈન બિગ બોસ-૧૩ના ઘરમાં પહોંચી છે. અહિ આવતાં પહેલા અન્વેશીએ ફોટોશૂટ કરાવ્યું હતું. આ તસ્વીરો તેણે ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. જેમાં તે અત્યંત બોલ્ડ અને બ્યુટીફૂલ દેખાઇ રહી છે. દરિયા કિનારે સફેદ રંટના શર્ટ સાથે તે અત્યંત આકર્ષક લાગી રહી છે. તેની હોટનેસ શ્વાસ થંભાવી દે તેવી છે. સફેદ ડ્રેસ સાથે કાળા બૂટ અને ખુલા વાળ તેના લૂકને વધુ સુંદર બનાવે છે. અન્વેશીની કાતિલાના અદા પરથી તેના ચાહકો નજર નથી હટાવી શકતાં. અન્વેશી ફિટ રહેવા સખ્ત ડાયેટનું પાલન કરે છે અને સતત કસરતો કરતી રહે છે. પોતાની તસ્વીરો થકી તે અવાર-નવાર ચર્ચા જગાવતી રહે છે. વેબ સિરીઝમાં તેણે અત્યંત બોલ્ડ સિન આપી ચકચાર મચાવી દીધી હતી. અભિનય ક્ષેત્રે આવતાં પહેલા તે મોડેલીંગ પણ કરી ચુકી છે. તેણે ઇલેકટ્રીકલ એન્જિનીયરીંગનો અભ્યાસ પણ કરેલો છે. એ પછી પરિવારને જાણ કર્યા વગર મુંબઇ આવી ગઇ હતી.

(9:34 am IST)