ફિલ્મ જગત
News of Tuesday, 3rd September 2019

વરૂણ-સારાની 'કુલી નંબર-૧'માં શીખા તલસાણીયા પણ જોડાઇ

મુંબઈ,તા.૩:બોલીવુડના એકટર વરુણ ધવન હાલ કુલી નંબર ૧ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં વરુણ ધવનની સાથે સારા અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે. હવે ફિલ્મની કાસ્ટમાં વધુ એક કલાકારની એન્ટ્રી થઈ છે. વીરે દી વેડિંગમાં દેખાઈ ચૂકેલી એકટ્રેસ શિખા તલસાણિયા પણ હવે કુલી નંબર ૧નો ભાગ બની ગઈ છે.

શિખા તલસાણિયાએ પોતે આ ખુલાસો સોશિયલ મીડિયા પર કર્યો છે. તો વરુણ ધવને ખાસ અંદાજમાં શિખાનું સ્વાગત કર્યું છે. શિખાએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક કિલપ શેર કરતા એ જાહેરાત કરી છે તે હવે કુલી નંબર ૧ ફેમિલીનો ભાગ બની ગઈ છે. શિખાએ લખ્યું છે,'આગામી રજૂઆત, કુલી નંબર ૧ પરિવારનો ભાગ બનીને ઉત્સાહિત લાગી રહ્યું છે. ફિલ્મ પહેલી મે ૨૦૨૦નાં રોજ રિલીઝ થશે ફિલ્મના લીડ એકટર વરુણ ધવને શિખા તલસાણિયાનું સ્વાગત કર્યું છે. વરુણે ટ્વિટર પર લખ્યું,'શિખા  તલસાણિયા તમારી સાથે કામ કરવું એ મારા માટે ખુશીની વાત છે. મને ખુશી છે કે તમે કુલી નંબર ૧ પરિવારનો ભાગ બન્યા છો.'

(3:57 pm IST)