સારા અલી ખાન સ્વિમિંગ પૂલમાં જોવા મળી યોગ કરતા
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન રવિવારે સ્વીમીંગ પૂલમાં યોગ કરતા જોવા મળી હતી. તેણે જે તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. સારાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે ઓરેન્જ ડ્રેસમાં જોવા મળી રહી છે. તસવીરમાં તે સ્વીમીંગ પૂલમાં ટ્રી યોગ લગાવતી નજર આવી રહી છે.તેણે કેપ્શન આપ્યું, "હેપ્પી સન્ડે. ફન્ડે. માત્ર શાંતિ, સ્થિરતા અને લીલોતરી તમને ખરેખર મુજબની બનાવે છે. પરંતુ ઓછામાં ઓછું આ વખતે મને યોગ્ય દિવસ મળ્યો છે."વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો સારા તેની આગામી ફિલ્મ 'અટરંગી રે'નું શૂટિંગ કરવા તૈયાર છે. ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબરમાં ફરી શરૂ થશે. આ ફિલ્મમાં અભિનેતા અક્ષય કુમાર અને ધનુષ પણ છે.આનંદ એલ રાયની ફિલ્મ 'અત્રંગી રે'નું શૂટિંગ મદુરાઈ, દિલ્હી અને મુંબઇમાં થશે.