સારાએ પ્રેમમાં હોવાની વાતને લઈને કર્યો ઈશારો...
મુંબઈ: સારા અને કાર્તિક આમ તો અવાર નવાર પોતાનાં પ્રેમનો પુરાવો આપતા રહે છે એમાં વધુ એક કડીનું જોડાણ થયું છે. સારા હાલ પોતાની લવ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. થોડાક સમય પહેલા કાર્તિક આર્યનની સાથે એના કેટલાક ફોટો વાયરલ થયા હતા. જો કે હજુ સુધી બંનેની તરફથી આ મામલે કોઇ જાણકારી સામે આવી નહોતી. જ્યારે દિલ્હી આયોજિત એક ફેશન શો માં સારાએ રેમ્પ વોક કર્યું, એ દરમિયાન કાર્તિક ત્યાં હાજર હતો અને સારાને સાથ આપી રહ્યો હતો.એ વચ્ચે આ બંનેનો એક વીડિયો પણ જોરદાર વાયરલ થઇ રહ્યો હતો. સારા અલી ખાનના એક ફેન ક્લબે ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયોને શેર કર્યો હતો. પરંતુ હવે પોતે એક ઇન્ટરવ્યૂમાં સારાએ પોતાના પ્રેમનો ખુલાસો કર્યો છે. સારાનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે. જેની પર ફેન્સ જોરદાર કમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયોમાં સારાએ એ વાત તરફ ઇશારો કર્યો છે કે એની લાઇફમાં કોઇ ખાસ માણસે એન્ટ્રી કરી લીધી છે.