ફિલ્મ જગત
News of Friday, 3rd August 2018

પાકિસ્તાનમાં રિલીઝ પહેલા જ બેન થઇ ફિલ્મ 'મુલ્ક'

મુંબઈ: પાકિસ્તાન ફેડરલ સેન્સર બોર્ડે અનુભવ સિંહાની ફિલ્મ મુલ્કને રજૂ કરવાનું ના કહી દીધું છે. ફિલ્મ આજે દેશભરમાં રિલીઝ થઇ છે, જોકે ભારતની ફિલ્મો પાકિસ્તાનમાં બેન થઇ એ કોઈ નવાઈની વાત નથી.આ પહેલા પાકિસ્તાનમાં સોનમ કપૂર અને કરીના કપૂરની ફિલ્મ વીરે દી વેડિંગને બેન કરવામાં આવી હતી તે પહેલા અક્ષય કુમારની પેડમેન ફિલ્મની રજૂ કરવાની ના કહી દીધી હતી. ફિલ્મના નિર્દેશક અનુભવ સિંહા ફિલ્મની રિલીઝ ન થવા દેવા પર સોશિયલ મીડિયા પર ગુસ્સો ઠાલવી રહ્યા છે.

(6:26 pm IST)