ઇમરાનને મળી મોટી ફિલ્મઃ એરફોર્સ ઓફિસરનો રોલ
સિરિયલ કિસર તરીકે એક સમયે બોલીવૂડમાં નામના મેળવનાર અભિનેતા ઇમરાન હાસમી હાલમાં સફળતાથી દુર છે. છેલ્લે આવેલી તેની ફિલ્મ ખાસ ચાલી નહોતી. જો કે આમ છતાં ઇમરાનને નવી-નવી ફિલ્મો મળી રહી છે. હવે તેને એક ફિલ્મ મળી છે જેનું નામ 'વાયુસેના' છે. આ ફિલ્મમાં તે રિટાયર્ડ એર કોમોડોર કરિયાદિલ ચેરિયન કુરૂવિલાના પાત્રમાં જોવા મળશે. ઇમરાન પહેલી વાર એરફોર્સ અધિકારીનો રોલ નિભાવી રહ્યો છે. આ વર્ષમાં નવેમ્બરમાં જ ફિલ્મનું શુટીંગ શરૂ થઇ જશે. નિર્માતાઓએ આ ફિલ્મ માટે અસલી એરબેઝ અને ફાઇટર જે્ટસ સાથે શુટીંગ કરવાની મંજુરી માંગી છે. વિજય રત્નાકર ગુટ્ટે આ ફિલ્મના નિર્દેશક છે. તે કહે છે ઇમરાન આ પાત્ર માટે અમારી પહેલી પસંદ હતો. અમે તેને રોલ ઓફર કરતાં જ તેણે હા કહી દીધી હતી. ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુધ્ધથી શરૂ થઇ ૧૯૯૯ના કારગીલ યુધ્ધ પર આ ફિલ્મ ખતમ થશે.