ફિલ્મ જગત
News of Tuesday, 3rd July 2018

બોલીવુડના આ છ કલાકારોને છે વિમાન ઉડવાની તાલીમ

મુંબઈ: બોલીવૂડના કલાકારોના શોખ પણ અજીબોગરીબ છે. ફક્ત છ જ કલાકારો પ્લેન ચલાવાનો હુન્નર જાણે છે.  જેમાં શાહિદ કપૂર, આસિન, વિવેક ઓબેરોય, સુશાંત સિંહ રાજપૂત ગુલ પનાગ અને અમિતાભ બચ્ચન જેવા નામ સામેલ છે, જેઓ એરફોર્સના પાયલટ બનવા ઇચ્છતા હતા. શાહિદ કપૂરે ફિલ્મ 'મૌસમમાં ફાઇટર પ્લેન ઉડાડયું હતું. તેણે આ માટે સખત તાલીમ લીધી હતી. જોકે તેણે એકલા જ એ-૧૬ ફાઇટર પ્લેન વાસ્તવમાં ઉડાવ્યું છે. સુપરહિટ ફિલ્મ આપી ચુકેલી અભિનેત્રી આસિને ઇટાલીમાં વેકેશન દરમિયાન પ્લેન ટલાવાની તાલીમ લીધી હતી જેની તસવીર ઇન્સ્ટાગ્રામ  એકાઉન્ટ પર શેયર કરી હતી.  વિવેક ઓબેરોય પણ પ્લેન બનાવાનો હુન્નર જાણે છે. તેણે 'ક્રિષ ૩ દરમિયાન આની સખત તાલીમ લીધી એ પછી તેણે એક પ્રાઇવેટ ચાલક તરીકે પણ  લાઇસન્સ લેવા વિશે વિચાર્યું હતું. એ પછી વિવેક બે સીટર સેસના એયરક્રાફ્ટ પર હાથ અજમાવ્યો હતો. સુશાંત સિંહ રાજપૂતને હાલમાં લીગ ઓફ ઉબર કૂલ સેલિબ્રિટિ પાયોલટ્લ જોઇન્ટ કર્યું છે. તે ફિલ્મ 'ચંદા મામા  દૂર કે માં પ્લેન ચલાવતા જોવા મળશે. બહુ ઓછા લોકો જાણતા હશે કે ગુલ પનાગ પણ કુશળતાથી પ્લેન ચલાવી જાણે છે. તેણે પોતાનો શોખ પુરુ કરવા પ્લેન ઉડાડવાની તાલીમ પણ લીધી છે. પીઢ અભિનેતા અમિતાભ બચ્ચનની એકટિંગ અને લાઇફસ્ટાઇલથી લોકો પ્રભાવિત છે. પરંતુ લોકોને જાણીને એ નવાઇ લાગશે કે અમિતાભ બચ્ચન સારી રીતે પ્લેન ચલાવી શકે છે તેઓ વાસ્તવિક જીવનમાં ઇન્ડિયન એરફોર્સ જોઇન્ટ કરીને પાયલટ બનવા ઇચ્છતા હતા.
 

(4:24 pm IST)