'સંજુ'એ કલેકશનનો રેકોર્ડ તોડ્યો : ત્રણ જ દિવસમાં ૧૦૦ કરોડની કલબમાં સામેલ
જો કે ઇન્ટરનેટ પર ફિલ્મ લિક થઇ જતાં કમાણી પર અસર પડશે
મુંબઈ તા. ૩: બોલીવુડના અભિનેતા સંજય દત્તના જીવન પરથી બનાવાયેલી ફિલ્મ 'સંજુ'એ બોકસ ઓફિસ પર કલેકશનના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. ફિલ્મ રિલીઝ થયાના ત્રીજા દિવસે આ ફિલ્મે જેટલી કમાણી કરી છે તેનાથી 'બાહુબલી-૨' ઉપરાંત બોલીવુડના ત્રણેય ખાનની ફિલ્મો પાછળ રહી ગઇ છે.
આ ફિલ્મે રવિવારે ૪૬.૭૧ કરોડની કમાણી કરી હતી. ત્રીજા દિવસે જ સો કરોડની કલબમાં સામેલ થઇ ગઇ હતી. રાજકુમાર હિરાની નિર્દેશીત આ ફિલ્મમાં રણબીર કપૂરે અદ્દભુત અભિનય કર્યો છે. સંજય દત્તનો એટલો ખુશ થયો છે કે તેણે સંજુ-૨ બનાવવાની વાત પણ કરી દીધી છે. તેણે કહ્યું હતું કે હજુ પણ તેની પાસે એવી ઘટનાઓ છે જેનાથી આખી સિકવલ બની શકે તેમ છે. સંજુ સિનેમાઘરોમાં હજુ બંબાટ ચાલી રહી છે. જો કે ઇન્ટરનેટ પર ફિલ્મ લિક થઇ ગઇ હોઇ તેની અસર કમાણીના આંકડા પર ચોક્કસ પડી શકે તેમ છે.