News of Tuesday, 3rd July 2018
રાજકુમાર, કંગના સાથે જીમ્મી શેરગીલ પણ થયો સામેલ
હિન્દી ઉપરાંત પંજાબી ફિલ્મોમાં પણ વ્યસ્ત રહેતો જીમ્મી શેરગીલ રાજકુમાર રાવ અને કંગના રનોૈત સાથે 'મેન્ટલ હૈ કયા?' ફિલ્મમાં પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મની ચર્ચા લાંબા સમયથી થઇ રહી છે. હવે જીમ્મીની એન્ટ્રી પણ થઇ છે. આ ફિલ્મનું શુટીંગ હાલ લંડનમાં ચાલી રહ્યું છે. નિર્દેશક પ્રકાશ કોવેલા મુડીની આ ફિલ્મમાં અમાયરા દસ્તુર અને નુસરત ભરૂચાને પણ ખાસ રોલ મળ્યા છે. એકતા કપૂર અને શૈલેષ આર. સિંહ દ્વારા નિર્માણાધીન આ ફિલ્મમાં રોલ મળતાં જીમ્મી ખુશ છે. તેણે કંગનાના વખાણ કરતાં કહ્યું હતું કે તે આજના યુગની પ્રતિભાશાળી અભિનેત્રી છે. જીમ્મીએ અગાઉ કંગના સાથે તનુ વેડ્સ મનુમાં કામ કર્યુ છે. તે હેપ્પી ફિર ભાગ જાયેગીમાં પણ કામ કરી રહ્યો છે.
(9:17 am IST)