ફિલ્મ જગત
News of Monday, 3rd May 2021

સિરીયલ ‘અનુપમા’માં અનુપમા અને વનરાજ ઍક છત્રી નીચે રોમેન્ટીક અંદાજમાં જાવા મળ્યાઃ બંને નજીક આવ્યાની ચર્ચા

નવી દિલ્લીઃ ટીવીની ફેમસ સીરિયલ અનુપમાની કહાનીમાં છેલ્લાં કેટલાંક દિવસોથી ભારે મુંજવણ ચાલી રહી છે. જ્યારથી વનરાજની જિંદગીમાં કાવ્યાની એન્ટ્રી થઈ છે, ત્યારથી અનુપમા સતત પરેશાન રહે છે. પણ હવે આ કહાનીમાં ભરીથી એક નવો વળાંક આવવાનો છે. કારણકે, હવે અનુપમા અને વનરાજ એકબીજાની ખુબ નજીક આવી રહ્યાં છે.  

અનુપમાના સેટ પરથી જે નવા ફોટો સામે આવ્યા છે, એને જોઈને ફેન્સ ખુશીથી જૂમી ઉઠશે. 

અનુપમાના સેટ પરથી સુધાંશુ પાંડે જે રીતે રૂપાલી ગાંગુલી સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યાં તે વાત ખુબ ચોંકાવનારી છે.

તસવીરોમાં અનુપમા અને વનરાજ એક જ છતરીની નીચે ખુબ જ રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યાં.

સીરિયલ અનુપમાના અપકમિંગ એપિસોડમાં જોવા મળશે કંઈક નવું જ. વનરાજ અને અનુપમા દેખાશે અકબીજાની નજીક? 

એ વાત તો અપકમિંગ એપિસોડમાં જ ખબર પડશે, પણ હાલ સોશલ મીડિયા પર આ તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે.

(4:28 pm IST)