ફિલ્મ જગત
News of Monday, 3rd May 2021

થોડો સમય દૂર થવું જરૂરી હતું: એશા

મહામારીના સમયમાં અનેક બોલીવૂડ સેલિબ્રિટીઝ સોશિયલ મિડીયાથી દૂર થયા છે. આમિર ખાન, ફાતિમા સના શેખ સહિતના તેમાં સામેલ છે. એશા ગુપ્તા પણ તેમાં સામેલ થઇ હતી. ઇશાએ ઇંસ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે સોશિયલ મિડીયા તેણે છોડ્યું છે.ક ારણ કે ડરામણા માહોલને તે સહન કરી શકતી નથી. તેણે લખ્યું હતું  કે આપણે બધા સાથે છીએ. દેશની હાલત જોઇને મારા પરિવારે લોકોને કેટલોક જરૂરી સામાન અને હોસ્પિટલના બેડની વ્યવસ્થા કરાવી આપી હતી. પરંતુ રોજ બરોજ જે હાલત સામે આવતી હતી તે તકલીફ આપી રહી હતી. હું પ્રાર્થના કરું છું કે બધા લોકો સ્વસ્થ રહે અને તેમના પરિવારજનો પણ સુરક્ષીત રહે. હું મિડીયાથી દુર ગઇ છું. પણ મારી ટીમ મારા પેજ સંભાળશે. થોડા સમય માટે સોશિયલ મિડીયાથી દૂર થવું જરૂરી હતું. એશાએ જન્નત-૨ ફિલ્મથી કારકિર્દી શરૂ કરીહતી. રાઝ-૩, બેબી, રૂસ્તમ, પલટન, બાદશાહો, કમાન્ડો-૨ સહિતની ફિલ્મો તેણે કરી છે.

(9:48 am IST)