ફિલ્મ જગત
News of Monday, 3rd May 2021

રાહુલ વૈદ્ય વધુ એક રિયાલીટી શોમાં સામેલ

બિગ બોસ-૧૪માં ભાગ લીધા પછી ગાયક રાહુલ વૈદ્યની નામના ખુબ વધી છે. બિગ બોસ ખતમ થયા પછી રાહુલ સતત કામમાં વ્યસ્ત થયો છે. હાલમાં જ તેનું વેડીંગ સોંગ મધાનીયા રિલીઝ થયું હતું. જેને ચાહકોએ ખુબ પસંદ કર્યુ હતું. રાહુલ વૈદ્ય વધુ એક વખત ટીવી પરદે રિયાલીટી શોમાં જોવા મળવાનો છે. આ વખતે તે કલર્સના એકશન રિયાલીટી શો ખતરો કે ખિલાડી-૧૧માં ભાગ લઇ રહ્યો છે. આ શોમાં ભાગ લેવા માટે રાહુલને ખુબ મોટી રકમ આપવામાં આવી છે. રાહુલના હાથમાં બિગ બોસની ટ્રોફી ભલે ન આવી હોય પરંતુ તેને આ શોમાં ભાગ લેવાને કારણે લાભ ખુબ થઇ રહ્યો છે. તેણે અનેક ચાહકોના દિલમાં પણ સ્થાન બનાવ્યું છે. ખતરો કે ખિલાડી માટે આ વખતે દિવ્યાંકા ત્રિપાઠી, અભિનવ શુકલા, સનાયા ઇરાની, અજુૃન બિજલાની, નિક્કી તંબોલી, વરૂણ સૂદ, અનુષ્કા સેન, સના સૈયદ, મહક ચહલ, વિશાલ આદિત્ય સિંહ, આસ્થા ગીલ સહિતના નામો સામે આવ્યા છે.

(9:47 am IST)