ફિલ્મ જગત
News of Monday, 3rd May 2021

ગુજરાતી વેબ સિરીઝ 'વિઠ્ઠલ તિડી'નું ટ્રેલર રિલીઝ : પ્રતિક ગાંધીનો દમદાર અંદાજ

મુંબઇ,તા. ૩: આ વેબ સિરીઝમાં પ્રતિક ગાંધી ઉપરાંત શ્રદ્ઘા ડાંગર, રાગી જાની, પ્રશાંત બારોટ, પ્રેમ ગઢવી, બિન્દ્રા ત્રિવેદી, જગજીત સિંહ વાઢેર મહત્વનાં રોલમાં છે. ફિલ્મમાં શ્રદ્ઘા ડાંગરનો નાનકડો રોલ છે.

ગુજરાતી વેબ સિરીઝ 'વિઠ્ઠલ તિડી'નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. ટ્રેલરમાં પ્રતિક ગાંધીનો દમદાર અંદાજ જોવા મળી રહ્યો છે. આ વેબ સિરીઝ OHO પ્લેટફર્મ પર જોવા મળશે. ૭ મે, ૨૦૨૧નાં આ વેબ સિરીઝનો પહેલો ભાગ જોવા મળશે.

આ વેબ સિરીઝને અભિષેક જૈને ડિરેકટ કરી છે અને પ્રોડ્યુસ પણ તેનાં જ પ્રોડકશન હાઉસ સિનેમેન પ્રોડકશન દ્વારા કરવામાં આવી છે. આ વેબ સિરીઝમાં પ્રતિક ગાંધી ઉપરાંત શ્રદ્ઘા ડાંગર, રાગી જાની, પ્રશાંત બારોટ, પ્રેમ ગઢવી, બિન્દ્રા ત્રિવેદી, જગજીત સિંહ વાઢેર મહત્વનાં રોલમાં છે. ફિલ્મમાં શ્રદ્ઘા ડાંગરનો નાનકડો રોલ છે.

કેવી રીતે જઇશ, બે યાર, રોંગ સાઇડ રાજૂ બાદ અભિષેક જૈન આ નવી વેબ સિરીઝ લઇને આવે છે જેમાં પણ તેમણે લિડ એકટર તરીકે પ્રતિકને જ પસંદ કર્યો છે. ત્યારે હવે તમે પણ જોઇ લો પ્રતિક ગાંધી અભિનિત 'વિઠ્ઠલ તિડી'નું આ દમદાર ટ્રેલર.

(9:46 am IST)