ફિલ્મ જગત
News of Friday, 3rd April 2020

ટેલિવિઝન જગતની ક્વીન એકતા કપૂરનો મોટો નિર્ણય; એક વર્ષની સેલરી નહીં લ્યે

પ્રોડક્શન હાઉસને થઈ રહેલાં નુકસાનને કારણે લીધો નિર્ણય

મુંબઈ : ટીવી સીરિયલની દુનિયાની સૌથી મોટી પ્રોડ્યુસર એકતા કપૂરે કોરોના વાયરસને કારણે ચાલી રહેલા નુકસાનને લઈને એક મોટો નિર્ણય લીધો છે. એકતા કપૂર તેના પ્રોડક્શન હાઉસની એક વર્ષના 2.50 કરોડ રૂપિયા સેલરી લે છે, પરંતુ હવે એકતાએ તેની એક વર્ષની સેલરી ન લેવાનો નિર્ણય લીધો છે. હાલ પ્રોડક્શન હાઉસમાં થઈ રહેલાં નુકસાનને કારણે એકતાએ આ નિર્ણય લીધો છે

  કોરોના વાયરસને કારણે દેશભરમાં લોકડાઉન છે અને તેના કારણે ફિલ્મો અને ટીવી સીરિયલ્સની શૂટિંગ પણ બંધ છે. જેના કારણે ટીવીના પ્રોડક્શન હાઉસને મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખતા એકતાએ સેલરી ન લેવાનો નિર્ણય લીધો છે.

(9:40 pm IST)