ફિલ્મ જગત
News of Wednesday, 3rd March 2021

વેબ સિરીઝ હ્યુમનમાં સીમા પણ થઇ સામેલ

સીમા બિશ્વાસ લગભગ ત્રણ દાયકાથી ફિલ્મોમાં કામ કરી રહી છે. દિગ્ગજ અભિનેત્રીને હવે નિર્માતા નિર્દેશક વિપુલ શાહે પોતાની વેબ સિરીઝ હ્યુમનમાં ખાસ રોલ આપ્યો છે. મેડિકલ થ્રિલર શોમાં શેફાલી શાહ અને કિર્તી કુલ્હારી મુખ્ય ભુમિકામાં છે. વિપુલે કહ્યું હતું કે સીમા કેટલી અદ્દભુત એકટર છે બધા જાણે છે.   બેન્ડીટ કવીથી માંડીને તેણે અત્યાર સુધી જે કામ કર્યુ છે તે શાનદાર રહ્યું છે. અમે ત્રણ કલાકારો સાથે કામ કરીએ છીએ જે ખુશી અને સન્માનની વાત છે. ત્રણ મહિલા કલાકારો પોતાનો અભિનયથી શોને વધુ લોકપ્રિય અને દર્શનીય બનાવશે. સીમા બિશ્વાસ ઉપરાંત હ્યુમન શોમાં રામ કપૂર, મોહન અગાસે, આદિત્ય શ્રીવાસ્તવ, અતુલ કુમાર, સંદિપ કુલકર્ણી પણ સામેલ છે. વેબ સિરીઝ હ્યુમનનું શુટીંગ વર્ષે જાન્યુઆરીમાં શરૂ થયું છે. વિપુલ શાહ અને અને મોજેજ સિંહ સહનિર્દેશન કરી રહ્યા છે.

(10:01 am IST)